RPF Recruitment: રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે બમ્પર ભરતી , જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતી

RPF Recruitment: રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે બમ્પર ભરતી , જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતીભારતીય રેલ્વે માં સરકારી નોકરી કરવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો માટે મોટી ખુશ ખબર આવી ગઈ છે.આપને જણાવી દઈએ કે રેલ્વે ભરતી બોર્ડે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ પર ભરતી માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે તો ચાલો અમે આપને આ લેખ દરેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી વિશે ની સંપૂર્ણ માહિતી જણાવીશું

ભરતી સંસ્થારેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ/સબ-ઇન્સ્પેક્ટર (SI)
જાહેરાત નં.CEN No. RPF 01/2024 and CEN No. RPF 02/2024
ખાલી જગ્યાઓ4660
પગાર ધોરણપોસ્ટ મુજબ
નોકરી નો સ્થળસમગ્ર ભારત
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ14 મે 2024
સત્તાવાર વેબસાઇટrpf.indianrailways.gov.in

રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી પ્રક્રિયા હેઠળ, કુલ 4660 જગ્યાઓ (RPF SI ખાલી જગ્યા) પર ભરતી કરવામાં આવશે. જેમાં કોન્સ્ટેબલ માટે 4208 જગ્યાઓ અને સબ ઈન્સ્પેક્ટર માટે 452 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . લાયકાત અને ઇચ્છુક ઉમેદવારો રેલવે ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ભરતી માટે અરજી કરી શકશે . આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 14 મે છે.

RPF કોન્સ્ટેબલ, SI લાયકાત: શૈક્ષણિક લાયકાત

રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માં RPF કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવારે કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું આવશ્યક છે. તેમજ સબ ઇન્સ્પેક્ટરના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારનું કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે .

RPF કોન્સ્ટેબલ, SI લાયકાત: વય મર્યાદા

રેલ્વેના પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલના પદ પર અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ આવશ્યક છે .જ્યારે SI ના પદો  માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અહીં આપને જણાવી દઈએ કે અનામત વર્ગના ઉમેદવારો માટે વય છૂટના આધારે મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવી છે. ઉંમરની ગણતરી 1લી જુલાઈ 2024ની તારીખને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

RPF કોન્સ્ટેબલ, SI અરજી ફી

રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માટે અરજી ફી ની વાત કરવામાં આવે તો કેટેગરી મુજબ અલગ-અલગ અરજી ફી નક્કી કરવામાં આવી છે. અહીં અનામત કેટેગરી (સામાન્ય કેટેગરી), OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 500 અરજી ફી ચૂકવવા ની  રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), PH અને મહિલા વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ચૂકવવા પડશે.

RPF કોન્સ્ટેબલ, SI પસંદગી પ્રક્રિયા

રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલ RPF કોન્સ્ટેબલ અને SIની જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ કોમ્પ્યુટર આધારિત એટલે કે CBT પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શારીરિક પાત્રતા કસોટી (PET) અને શારીરિક કાર્યક્ષમતા કસોટી (PST) લેવામાં આવશે. આ પછી દસ્તાવેજોને વેરિફિકેશન માટે મંગાવવામાં આવશે.

RPF કોન્સ્ટેબલ, SI અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ ની સત્તાવાર વેબસાઈટ rpfindianrailways.gov.in પર જાઓ.
  • હવે હોમપેજ પર RPF કોન્સ્ટેબલ અને SI ભરતી 2024 લિંક પર ક્લિક કરો.
  • તમારી જાતને અહીં નોંધણી કરો, ત્યારબાદ નોંધણી નંબર અને પાસવર્ડ તમારા મોબાઇલ પર SMS દ્વારા તમને મળશે .
  • હવે એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણપણે ભરો.
  • હવે તમારા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો.
  • તમારી અરજી સ્વીકારવામાં આવશે.

RPF કોન્સ્ટેબલ માટે મહત્વની લીન્કો

જાહેરાત વાંચવા માટે – અહી ક્લિક કરો.

Leave a Comment